Thursday 22 March 2012

દોસ્ત

એક  સારુ પુસ્તક સો મિત્રો બરાબર હોય છે.
પણ એક સારો મિત્ર  
આખેઆખા  પુસ્તકાલય  બરાબર  હોય...........

પર્યટન અહેવાલ લેખન

લીમડી  દૂધ શીત કેન્દ્ર ,ઝાલોદ,દાહોદ                                           ૯/૧૨/૨૦૧૧આજ  રોજ  અમારી  શાળામાં  તા,૯/૧૨/૨૦૧૧  ના રોજ  દૂધ  શીત  કેન્દ્ર  લીમડી  મુકામે  પર્યટન નું આયોજન કરવામાં  આવ્યું હતું , બાળકો  સવાર ના ૧૦-૩૦ કલાકે  નિશાળે  આવી  ગયા હતા,ત્યાર બાદ  નીશાળ  માં પ્રાર્થના સંમેલન માં  પાર્થના ,ભજન,ધૂન ,સુવિચાર, સમાચાર,જાણવા જેવું, બાળગીત,અભિનયગીત,,ઘડિયા ગાન  કરાવીને  પ્રાથના  પૂરી કરી હતી, ત્યારબાદ  તમામ  શિક્ષકો  પોતાના વર્ગ ખંડ માં જઈ બાળકોની હાજરી પૂરી હતી,અમે  નીશાળ માંથી  ધો-૩ થી ૮  બાળકો  બપોર ના ૧૨-૦૦ કલાકે  વાહન માં  ૨૦૦ બાળકોને લઈને  દૂધ શીત કેન્દ્ર  લીમડી મુકામે  બપોર ના  ૧-૦૦ કલાકે પહોચી ગયા હતા , ત્યાં જેને  તમામ  બાળકોએ  બગીચામાં  ફોટા  પડાવ્યા હતા, તમામ  બાળકોએ  સરસ  ફોટા પડાવી ને  અમે સૌ  દૂધ  શીત કેન્દ્ર  ની મુલાકાત  લીધી હતી ,ત્યાં  અમને  દૂધ  કઈ રીતે  મેળવાય અને કઈ રીતે  તે દૂધ ઠંડું  થાય તેની  સમજ અમને આપવામાં આવી  હતી,  તમામ  શિક્ષક  મિત્રો અને બાળકો ને એક  મોટા  હોલ  માં બેસાડીને  તમામ ને  ઠંડું  દૂધ  પીવડાવ્યું  હતું, 
દૂધ શીત કેન્દ્ર લીમડી મુકામે  અમે સૌ  બાળકોએ  ભજન , ધૂન, અભિનયગીત, બાળગીત, કાર્ય હતા, તમામ  બાળકોને  પર્યટન માં મજા પડી ગઈ હતી, ત્યાંથી  અમે સૌ  ૪-૦૦ કલાકે  અમે નીશાળે આવવા  નીકળી  ગયા હતા, અમે સૌ ૪-૪૫ કલાકે  અમારી શાળા માં  આવી ગયા હતા ,પછી અમે  સૌ બાળકો એ  શાળા ના મેદાન માં  રાષ્ટ્રગીત  ગઈને   છુટા  પડ્યા હતા આમ, અમારો  પર્યટન  યાદગાર બની ગયો હતો,...............................................................................................................................................................................................................................................................................................................................................

Wednesday 21 March 2012

બાળ મેળો -૨૦૧૨



   અમારી  કુણી મુખ્ય પ્રા,શાળા ,તા-ઝાલોદ,જીલ્લો -દાહોદ માં અન્ય  પ્રા,શાળા ની જેમ બાલ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું,તા-૨૩-૨-૨૦૧૨ ના રોજ  સવાર ના પ્રાથના સંમેલન  બાદ બાળ મેળા ને લગતી વિવિધ પ્રવુંતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,
          સવારે ૧૧-૩૦ કલાકે  ધો-૧ થી ૮ ના બાળકો ને રંગીન કાગળ માંથી  હોડી  બનાવવી ,ટોપી બનાવવી,કાગળ માંથી દડો બનાવવો  વગેરે  પ્રવુતી કરાવવામાં આવી હતી, ધો-૧ થી ૪ ના બાળકોને  માટી માંથી રમકડા  બનાવવાની  પ્રવુતી  આપવામાં આવી હતી, ત્યાર બાદ  વાર્તા કથન  તેમજ  કાવ્ય ગાન  કરાવવામાં  આવ્યું હતું. ત્યારબાદ  બપોરે  ૧૨-૩૦ કલાકે  ધો-૫ થિ૮ ના બાળકો ને  પર્ણ પોથી  બનાવવી ,ફૂલોના હર તથા  આસોપાલવનું  તોરણ બનાવતા  શીખવવામાં  આવ્યું હતું , તેમાં બાળકો ને ખુબ મજા આવી હતી  બધાજ  બાળકો એ  ઉત્સાહ પૂર્વક  તેમાં ભાગ લીધો હતો  બપોરે ૧-૦૦ કલાકે  બધાજ  બાળકોને  કમ્પ્યુટર ની મદદથી હાસ્ય નાટક તેમજ  કાવ્ય ગાન સભલાવવામાં આવ્યું હતું
        ત્યાર બાદ ૧-૩૦ થી  ૨-૨૦ સુધી વિરામ આપવામાં આવ્યો હતો ,  વિરામ બાદ  ધો-૫ થી ૮ ના બાળકો ને રમુજી ચિત્રો  દોરવા આપ્યા હતા  વર્ગ શુશોભન  પણ કરવામાં પણ આવ્યું હતું, ત્યાર બાદ ૩-૦૦ કલાકે  ધો-૧ થી ૫ ના બાળકોને રમતો રમાડવામાં આવી હતી ,ધો-૫ થી ૮ ના બાળકોને વાચન  લેખન  પ્રવુતી  કરાવી હતી  જેમાં  બાળકોએ  મહા પુરુષોના  પ્રેરક પ્રસંગોનું  વાંચન કર્યું હતું .ત્યાર બાદ બાળકોને નાનો વિરામ આપવામાં આવ્યો  વિરામ બાદ પુસ્તકાલય માં  પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું , ધો-૬ થી ૮ ના  બાળકો માટે  ૨૫ પ્રશ્નોની  સામાન્યજ્ઞાન  આધારિત  ક્વીઝ સ્પર્ધા  રાખવામાં આવી હતી  જેમાં  ધો-૭ ના બાળકોનો વિજય થયો હતો.સાંજ ના ૪-૩૦ કલાકે  શાળા ની બાળ ઓ એ એક બાળગીત અભિનય સાથે કર્યું હતું ,રમતો તથા પ્રવુંતીઓ માં સરસ પ્રદર્શન કરનાર  બાળકોને  પ્રોસહક  ઇનામો આપવામાં  આવ્યા હતા,આમ બાળમેળા ની  ઉજવણી માં  બાળકો એ તેમજ શિક્ષકોએ  ખુબજ  હોશભેર ભાગ લીધો હતો,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,