Thursday 22 March 2012

પર્યટન અહેવાલ લેખન

લીમડી  દૂધ શીત કેન્દ્ર ,ઝાલોદ,દાહોદ                                           ૯/૧૨/૨૦૧૧આજ  રોજ  અમારી  શાળામાં  તા,૯/૧૨/૨૦૧૧  ના રોજ  દૂધ  શીત  કેન્દ્ર  લીમડી  મુકામે  પર્યટન નું આયોજન કરવામાં  આવ્યું હતું , બાળકો  સવાર ના ૧૦-૩૦ કલાકે  નિશાળે  આવી  ગયા હતા,ત્યાર બાદ  નીશાળ  માં પ્રાર્થના સંમેલન માં  પાર્થના ,ભજન,ધૂન ,સુવિચાર, સમાચાર,જાણવા જેવું, બાળગીત,અભિનયગીત,,ઘડિયા ગાન  કરાવીને  પ્રાથના  પૂરી કરી હતી, ત્યારબાદ  તમામ  શિક્ષકો  પોતાના વર્ગ ખંડ માં જઈ બાળકોની હાજરી પૂરી હતી,અમે  નીશાળ માંથી  ધો-૩ થી ૮  બાળકો  બપોર ના ૧૨-૦૦ કલાકે  વાહન માં  ૨૦૦ બાળકોને લઈને  દૂધ શીત કેન્દ્ર  લીમડી મુકામે  બપોર ના  ૧-૦૦ કલાકે પહોચી ગયા હતા , ત્યાં જેને  તમામ  બાળકોએ  બગીચામાં  ફોટા  પડાવ્યા હતા, તમામ  બાળકોએ  સરસ  ફોટા પડાવી ને  અમે સૌ  દૂધ  શીત કેન્દ્ર  ની મુલાકાત  લીધી હતી ,ત્યાં  અમને  દૂધ  કઈ રીતે  મેળવાય અને કઈ રીતે  તે દૂધ ઠંડું  થાય તેની  સમજ અમને આપવામાં આવી  હતી,  તમામ  શિક્ષક  મિત્રો અને બાળકો ને એક  મોટા  હોલ  માં બેસાડીને  તમામ ને  ઠંડું  દૂધ  પીવડાવ્યું  હતું, 
દૂધ શીત કેન્દ્ર લીમડી મુકામે  અમે સૌ  બાળકોએ  ભજન , ધૂન, અભિનયગીત, બાળગીત, કાર્ય હતા, તમામ  બાળકોને  પર્યટન માં મજા પડી ગઈ હતી, ત્યાંથી  અમે સૌ  ૪-૦૦ કલાકે  અમે નીશાળે આવવા  નીકળી  ગયા હતા, અમે સૌ ૪-૪૫ કલાકે  અમારી શાળા માં  આવી ગયા હતા ,પછી અમે  સૌ બાળકો એ  શાળા ના મેદાન માં  રાષ્ટ્રગીત  ગઈને   છુટા  પડ્યા હતા આમ, અમારો  પર્યટન  યાદગાર બની ગયો હતો,...............................................................................................................................................................................................................................................................................................................................................

No comments:

Post a Comment